उदास शाम किसी ख्वाब में ढली तो है
यही बहुत है के ताज़ा हवा चली तो है
ગુજરાતી ફિલ્મો માટે વર્ષો પછી નવો યુગ આવ્યો છે હવે જો આપણે સપોર્ટ ન કરીએ તો ફિલ્મ બનાવનાર નો કોઈ દોષ ન કહેવાય
આપણે આવી ફિલ્મો થિયેટરમાં જ જોવી જોઈએ કેમકે જો આ ફિલ્મો સફળ નહિ થાય તો કોઈનિર્માત આવી ફિલ્મ બનાવવાની હિંમત નહીં કરે અને ગુજરાત માં ફરી ઉત્તરતી કક્ષા ની "જાનુડી type કે શિક્ષણ કે માતા પિતા ની મજાક ઉડાવતી ફિલ્મો બનશે
અત્યારે બે સુંદર ફિલ્મો ચાલે છે
પિતા પુત્ર ના વિચાર ભેદ રમુજી રીતે બતાવતી લાજવાબ ફિલ્મ "ચાલો જીવી લઇએ" અને સરકારી કાયદા ઓ -સિસ્ટમ માં રહેલી બદી -કમીઓ સામે બગાવત કરતો
યુવાન "યુવાન"સાહેબ " આ બંન્ને અદભુત ફિલ્મ દરેક ગુજરાતી એ જોવીજ જોઈએ
ચાલો જીવી લઈએ માં સીરીયસ વાત હળવી રીતે કહેવાય છે જે ગુજરાતી ઓ ને ખુબજ લાગુ પડે છે જ્યારે સાહેબ માં અંન્યાય. શુ છે જેને અન્યાય સહન કર્યો હોય તેજ જાણે
બાકી અર્થે હીન ફિલસુફી કરતા લોકો ને એક તમાચો મારે છે
વરસો પહેલા સાહેબ નામની અનિલ કપૂર ની ફીલ્મ પણ લાજવાબ હતી પણ અહીં સ્ટોરી છે. ગઝની માં આમીરખાન પ્રેમિકા ના મોત નો બદલો લેવા ખલનાયક ની સામે મેદાને પડે છે જયારે સાહેબ માં ખલનાયક જ સિસ્ટમ છે
ગજની કરતા પણ સુંદર વિષય વસ્તુ વાળી ફિલ્મ ચૂકાય નહિ
-આલેખન આકાશ પટેલ