તારો સાથ ઝંખું છું...
તું એ જાદુગરી છે જે દરેક પળ મને જીવાડે છે,
એટલે જ તારા ઉપવનમાં આવીને હમેશાં હું ચહેકું છું.
તાર આગમનથી જ પળ પળ કમળવત નિખરું છું,
એટલેજ આજની નિશાની પળને તુજ સંગ હું ઝંખું છું.
ઘણા સમયથી છુપાવીને રાખી હતી જે મનમાં વાત,
એ વાત આજે નિશાના આગમનમાં કહેવા હું તડપું છું.
રિયાઝના સાનિધ્યમાં જેમ સ્વરોની લકીર જીવંત થાય,
એ રીતે જ તારામાં જીવન મારું ધબકતું રાખવા હું ઈચ્છું છું.
શેફાલી શાહ