નોકરીના છેલ્લા દિવસે અધિકારીએ પોતાના ડ્રાઈવરને એવી ભેટ આપી કે ડ્રાઈવર ત્યાં જ રડી પડ્યો...
એક સરકારી અધિકારીએ તેમના ડ્રાઈવરના નિવૃતિના અંતિમ દિવસે એક એવી ભેટ આપી કે જે ભેટ આ કર્મચારીને આજીવન યાદ રહેશે. આ વાત છે ગ્વાલિયરમાં રહેતા રમેશ શર્માની. તે ગ્વાલિયરના જળ સંસધાન વિભાગમાં SDO અવધેશ સક્સેનાની કારના ડ્રાઈવર તરીકે વર્ષોથી નોકરી કરતા હતા. 31 જાન્યુઆરીના રોજ રમેશ શર્માની નોકરીનો અંતિમ દિવસ એટ્લે કે, નિવૃત્તિનો દિવસ હતો, ત્યારે જળ સંશાધન વિભાગમાં એક વિદાય સમારોહની આયોજન કરવામાં આવ્યું હતું. આ વિદાય સમારોહમાં વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રમેશ શર્માને વર્ષો સુધી ઈમાનદારીથી જળ સંશાધન વિભાગમાં સેવા આપવાના કારણે પ્રસસ્તિ પત્ર આપવામાં આપવામાં આવ્યું હતું. ત્યારબાદ હાર પહેરાવી અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રમેશ શર્માના હાથમાં શ્રીફળ આપીને તેમના સારા આરોગ્યની શુભકામના પાઠવવામા આવી હતી.
આ સન્માન સમારોહ પછી જે પણ બન્યું તેને જોઈને રમેશ શર્મા ભાવુક થઈ ગયા હતા. કારણકે રમેશ શર્માએ જે અધિકારીના ગાડીના ડ્રાઈવર તરીકે વર્ષો સુધી નોકરી હતી, તે અધિકારી 31 જાન્યુઆરીના રોજ રમેશ શર્માના ડ્રાઈવર બન્યા હતા. સીધી ભાષામાં કહીયે તો જે સમયે રમેશ શર્માને ઘરે મૂકવા માટે જવાના હતા ત્યારે જળ સંસધાન વિભાગમાં SDO અવધેશ સક્સેના કારની ડ્રાઇવિંગ સીટ પર બેસી ગયા હતા અને ડ્રાઈવર રમેશને પોતાની જગ્યા સીટ બેસાડીને ઘરે મૂકવા માટે ગયા હતા.
આ બાબતે રમેશ શર્માએ SDO અવધેશ સક્સેના સાહેબને જણાવ્યુ હતું કે, સાહેબે મારી નોકરીના છેલ્લા દિવસે મને જે ઈનામ આપ્યું તે ઈમાન આજીવન મને યાદ રહેશે. જ્યારે હું નોકરી પર લાગ્યો હતો ત્યારે મને ઓફર લેટર તમારા હાથે જ મળ્યો હતો અને આ વાક્ય બોલતાની સાથે રમેશ શર્મા રડી પડ્યા હતા અને અવધેશ સક્સેનાને ભેટી પડ્યા હતા.