ના કંઈ ભાગ્યું છે, ના કંઈ તૂટ્યું છે.
તેમ છતાં લાગે કંઇક ખૂટયું છે.
એક આંસુ આંખથી છૂટ્યું છે.
હવે તો જાણે ગામ આખુંય રુઠયું છે.
તું તો હવે કંકુ થાપા દઈ ચાલી નીકળી,
એ ઘડી જોવા નભ પણ ઝુક્યું છે.
હું તો સ્તબ્ધ બની જોઈ રહ્યો,
કે ડાળને હવે કૂપણ જેવું કંઈ ફૂટ્યું છે.
કાળજા કેરા કટકાથી શોભતું ઘર મારુ,
અને ઘર તારુ છેલ્લીવારનું છૂટ્યું છે.
" કલારૂપ"