સાદગી
હાઈકુ
પહેરે ખાદી,
સત્ય અહિંસા થકી
દીપે સાદગી !
*""***"""***
સાદગી પૂર્ણ
વ્યવહાર ,પર્યાય
મહાત્મા કેરો !
***"""****"***
જીવન બને
સાદગીપૂર્ણ એવી
મહેચ્છા મારી !
**"""****"""*****
પહેરી ખાદી
ભ્રષ્ટાચાર આચરે,
સાદગી ક્યાં ?
*****""""****"""
ડોળ સાદગી
કેરો, છેતરપિંડી
આત્મા સંગાથે ?
****"""*****
ડો.સેજલ દેસાઈ
સુરત ?