આશાઓની મારી આ વાત હતી...
અધૂરી આપણી મુલાકાત હતી...
તરસેલ એ હરણ જેમ મૃગજળ જોઈ....
એવીજ ધરબાયેલી દબાયેલી મારી વાત હતી...
સરકતા ને વહેતા નદીનાં જળ ની જેમ એ વાત હતી..
સમય ને રોકવાની મારી ક્યાં ઓકાત હતી...
કહેવી તી મારે બસ આજ વાત હતી...
ગેરસમજ કે સમજ ?? કહું કે ન કહું...
મારી બેચેની ની બસ આજ વાત હતી...
પ્રતીક્ષા ની મારી આજ પરીક્ષા હતી....