..... કાશ આજ મન અંતર્યામી બની જાય...
તું મારાં અને હું તારા મનને જાણી લવ...
......કાશ આજ મન પાંખો બની જાય..
હું તારી સાથે અને તું મારી સાથે ક્યાંક ઉડી જાય...
.....કાશ આજે મન પડછાયો બની જાય..
ને હું તારા દરેક કદમે સાથે જાવ ...
.....કાશ આજ મન તારો ધબકાર બની જાય...
ને તારા દરેક ધબકારામાં હું સમાઈ જાવ...
......કાશ મન આજે સપનું બની જાય....
ને તારા દરેક સપનામાં હું આવી જાવ...
......કાશ આજ મન જૂની યાદો બની જાય...
હું એ ક્ષણને ફરી મન ભરીને જીવી લવ...
.....કાશ મિલનનાં આપણા એ દિવસ ફરી આવે...
હું મન ભરી તને બસ તને જ નિહાળી લવ...
....કાશ મન આજે અરીસો બની જાય...
ને તું તારા પ્રતિબિંબમાં મારું પ્રતિબિંબ જુએ...