મીરાની ભક્તિ છે માધવ
સુખ દુખથી પરે જોગણ,
લઈ હાથોમા એ કિરતાલ
છેળે સૂર એ માધવ નામ,
છોડી સઘળી જગની રીત
ડૂબી ભક્તિ સાગરમા નિત,
સાક્ષાત મૂરતમા થૈ દર્શન
હોય જો મીરા સમ નયન,
કટોરા ઝેરના પણ પીધા
રાણાજીએ પારખા લીધા,
ના છોડવી માધવ ભક્તિ
આવે અંતિમ શ્વાસની ઘડી.
- નિમુ ચૌહાણ..સાંજ