મળીને એને નવી જિંદગી લઈ આવી ,
થાય ખુદા ખુશ એવી બંદગી લઈ આવી .
હતું ઘણું ખુદાના દરબારમાં લોભામણું ,
માંગીને પ્રેમરોગની માંદગી લઈ આવી .
નદીઓ પ્યાસ બુઝાવે એમાં નવાઈ પણ શું ?
હું તો સહરામાંથી તરબતર થઈ આવી .
પ્રેમીઓ પાથરે છે પુષ્પો રાહમાં અવરની ,
હું તો એની વાટના કાંટા લઈ આવી .
તડપતો જોઈ એને અવરની વાટમાં ,
હતા જે શ્વાસ બાકી બસ દઈ આવી .