વ્યર્થની વ્યથા ને વેદનાઓ ને વાગોળ્યા કરે છે માનવી,
કાલ્પનિક ગમ ને નિરાશા ની છાશ,ઘોલ્યા કરે છે માનવી...
શીદ ને લક્ષ્યહીન,દિશાહીન આમ તેમ ભટક્યા કરે છે માનવી,
અંદરના અવાજ ની અનુમતિ છતાં,સદકાર્યએ અટક્યા કરે છે માનવી...
મેળવવા ઝાંઝવાના જળને સતત દોડ્યા કરે છે માનવી,
સંતોષની સીમાના પ્રણ ને સતત તોડયા કરે છે માનવી...
કશાય ની પ્રાપ્તિ,છે પ્રારબધે કે પુરુષાર્થે,એ સમજવા મથ્યા કરે છે માનવી,
ઈશ્વર તરફ ના માર્ગે,ક્યારેક ખુદ ને જ નડ્યા કરે છે માનવી...
મનની આ મૂંઝવણનો ઉકેલ મેળવવા,થોથા વાંચ્યા કરે છે માનવી,
પણ સાર જિંદગીનો,મસ્ત ઓલિયા ફકીર પાસે સાંભળી,નાચ્યાં કરે છે માનવી....
કશુંય શાશ્વત નથી આ દુનિયામાં,છતાંય વિષયમાં આસક્ત થયા કરે છે માનવી,
પદ, પૈસો,પ્રતિષ્ઠા આવે નહીં હારે, તોય એનો ભકત થયા કરે છે માનવી......
વોરા આનંદબાબુ...."અશાંત"".....લખ્યા તારીખ...23/10/2017...1.10....A.M....