પ્રેમ છે મને તારી સાથે એ હું જાણતી નથી,
બસ એટલું જાણું છું કે તું મને ગમે છે!!!
તું આવે કે ન આવે એ હું જાણતી નથી પણ,
જાણું છું કે તારી રાહ જોવી મને ગમે છે!!!
તું તારી આંખોથી મને જુએ કે ન જુએ પણ,
મારી આંખોમાં તું વસી જાય એ મને ગમે છે!!!
પ્રેમની હેલી તું વરસાવ કે ન વરસાવ પણ,
તારા પ્રેમમાં હું ભીંજાવું મને ગમે છે!!!
તું મારી સાથે સંબંધ રાખે કે ન રાખે પણ,
હું તો તારા જ સંબંધમાં બંધાઈ જાવ એ મને ગમે છે!!!
તું છો સાથે કે નહીં એ હું નથી જાણતી પણ,
તારો સાથ હોવાનો અહેસાસ મને ગમે છે!!!
હું તારા દિલમાં રહું કે ન રહું ન જાણું પણ,
તું હંમેશા મારા દિલમાં રહે એ મને ગમે છે!!!!
મારી આ કવિતાને પૂર્ણ કરવામાં એક મારા મોટાભાઈ ચેતનભાઈ અને બીજો મારો બેસ્ટ બડી અજ્જુ નો સાથ છે...
ચેતનભાઈ એ 'સાથ' વાળી લાઈન આપી છે ને 'દિલ' વાળી લાઈન અજ્જુ એ આપી છે.... બાકીની કવિતા મારી લખેલી છે... તો તમારા બંનેનો ખૂબ ખૂબ દિલથી આભાર...