ખાલી પ્રસ્તાવના વાંચી લેજે ને !?
સીધી અને સરળ છે પરિમિતી,
શબ્દો પ્રસ્તાવિત વાતો ય કરશે !
સંભળાશે જરૂર જો હશે પ્રતીતિ,
તું પ્રશ્ન પૂછીશ કે મળશે જવાબ
પાને પાને પડઘો પાડે આપવીતી,
છેલ્લું પાનું કોરું છોડ્યું જાણીને ...
'અંત' ઈશ્વરાધીન એવી છે નિયતિ.
~Damyanti Ashani