આપણા ઘરમાં ઘણા લોકોનો કયારેક જન્મ દિવસ આવતો હોયછે કયારેક નાના બાળકોનો હોય તો કયારેક કોઇ ઘરના મોટા વડીલનો હોય ને તે પણ આપણે તેને ધામધુમથી ઉજવીએ છીએ ઘરમાં સવારથી જ ઘર સજાવવાની તૈયારીઓ ચાલતી હોયછે કોઇ નાની મોટી કેકનો પણ ઑડર અપાતો હોયછે ને રાત્રે કોઇ સારી હોટલમાં બધા સાથે ડિનર લેવાનુ પણ નકકી કરી દેવામાં આવે છે આવા જન્મ દિવસ ઉપર ઘણીવાર લીમીટ કરતાં વધું ખર્ચો પણ આપણે કરી દેતા હોઇએ છીએ..સારી વાત છે જન્મ દિવસ કંઇ રોજ રોજ આવતો નથી તેથી આપણે તેને ધામધુમથી ઉજવીએ છીએ.
પણ સાથે સાથે આપણે જો આ દિવસે થોડુંક સેવા પુણ્યનું કામ પણ કરીએ તો ઘણું જ સારું ગણી શકાય!
જેમકે કોઇ રોડ ઉપર બેઠેલા નાના ગરીબ બાળકોને થોડુક જમણ આપીશું તો તેઓ કેટલા ખુશ થશે! સાથે સાથે આપણને પણ જન્મ દિવસ ઉપર એક નાની ખુશી સાથે એક મોટું પુણ્ય કમાવવાનું પણ મળી જશે..
આગળ પછી તો દરેકના મનની વાત છે.