સનમ
તને સનમ કહું કે પ્રિયતમ
શું ફરક પડે છે ?
તને કયા નામે બોલાવું ?
તું અને હું કંઈ અલગ છીએ ?
વર્ષો ના વ્હાણા છોને વિતી જાય...
આંખો નું તેજ છોને ઓછું થાય..
કાયા છોને કરચલીઓ થી કરમાઈ જાય..
છતાંયે...
તારાં પ્રત્યેનો મારો પ્રેમ
આમ જ અકબંધ રહેશે...
સલામત..મારા દિલની ધડકન સંગ....
ડો.સેજલ દેસાઈ
સુરત ?