તારો અને મારો સંગમ...
જેમ સૂર અને તાલના સંગમથી સજાવાશે
મહેફિલ મજાની,
એમ તારા અને મારા સંગમથી સજાવાશે
તસવીર મજાની !
જેમ નદી અને સાગરના સંગમથી બનશે
પ્રકૃતિ સુહાની,
એમ તારા અને મારા સંગમથી બનશે
નવી જિંદગાની !
જેમ ગગન અને ધરાના સંગમથી ભાસે
ક્ષિતિજ વિવિધરંગી,
એમ તારા અને મારા સપનાના સંગમથી
ભાસશે આપણી દુનિયા સપ્તરંગી !
જેમ લાગણી અને શબ્દોના સંગમથી
રચાશે કવિતા મજાની,
એમ તારા અને મારા મિલનના સંગમથી
રચાશે નવી કહાની !
શેફાલી શાહ