આ વાદળ અને સુરજ જાણે રમતે ચડ્યા છે
તડકા અને છાયા જાણે વારા કાઢ્યા છે,
પવન પણ જાણે વાદે વાદે ઘૂમરે ચડ્યો છે
પર્ણો અને ધૂળ સંગે જાણે ઝગડો કર્યો છે,
વિરહમા જાણે યાદ કરી પ્રિયતમાને
ચોધાર આઁસુએ જાણે વાદળ રડવા બેઠો છે,
વસંતમા જાણે વર્ષાનો માહોલ જમાવ્યો છે
પ્રિયેનેે મનાવવા જાણે પ્રક્રૃતિએ આકાશનો સાથ પુર્યો છે,
મંદ મંદ લહેરોમા ટહેલવા નિકળ્યા જાણે
કોઈ પ્રેમી યુગલને માહોલ સોગાતમા આપ્યો છે.
- નિમુ ચૌહાણ..સાંજ