મેં એક સાંભળેલી વાત તમારી સાથે સેર કરવાનું મેં વિચાર્યું મારી ભાષા પરની પકડ એટલી સારી નથી કે હું આ વાત ને ન્યાય આપી શકીશ પણ પ્રયત્ન તો હું કરી જ શકીશ એમ વિચારી લખુ છું.
ગુજરાતની ભૂમી માં ઘણા સ્ત્રી રતનો થઈ ગયા મહાન પુરુષો થઈ ગયા.. ઘણા ગામડાંઓમાં પાળીયા તમે જોયા હશે અને સતી સ્ત્રીઓની વાત સાંભળી હશે... એક એવું જ એક ગામ સિધ્ધરાજ જયસિંહ ના પાટણ ની બાજુમાં આવેલું છે... એ ગામ નાનુ અને હાલ રોડ પર આવેલું છે... ગામમાં થોડા પાળીયા છે.. પણ એક પાળીયાનો ઈતિહાસ એક સ્ત્રી ... સતીનો છે...જે ગામમાં ક્યાંક સંતાળી દાટી દેવામાં આવ્યો છે... લોકોની માન્યતા છે કે એ પાળીયાને ખાલી તિલક કરી પૂજવામાં આવે તો ગામ સળગી ઉઠે એટલું સત એમાં છે તેથી વર્ષો પહેલા આ પાળીયો સંતાળી દેવાયો છે...
ગામડું ગામ અને સંધ્યાનો સમય થાવા આયો હતો.... બધી સ્ત્રીઓ પાણી ભરી પાછી વળી હતી... ઘણી ઢોરઢાખરના કામે વળી હતી... એમાં એક નાજુક નમણી... દિકરી એ ઘરમાં આજ એકલી હોવાથી ઘરના સભ્યોની રાહ જોતી કામ કરી વાટ જોતી બેઠી હતી...મોઢાપરનું તેજ અને એમાય જુવાનીમાં પગલી ભરતી આ જુવાનડી ઢેલ જેવી ચંચળ ભલભલાને એને જોતા એની પર માન થાય એવી અને લોક મોહી પડે એવી.... આ જુવાનડી બેઠી હતી... ત્યાં ઘરનું બારણું ખખળ્યું... બેન ઉભી થઈ કમાડ ઉઘાળ્યુંને જોયુ તો બે જુવાન જ્યોત... યૌધ્ધા જેવા જુવાન હતા.... બાપ ની આબરુ વધાર હતી એટલે આજુબાજુના લોકો ગામતરેથી આવતા જતાં રાત વાહો કરવા આવતા... એમ આ બે જુવાન થોડાક દૂર ગામના હતાં એ સંધ્યા સમય થ્યો હોવાથી આઈ રોકાવા આવ્યા... બેન આમ પરોણાને આવકાર ના દે તો એના બાપની ખાનદાની લાજે એટલે બેને બે જુવાન રાજપૂત દિકરાને આવકારો આપી ઘરમાં બેસાડ્યા.. રાતનું વાળુ બનાવવા જેટલું પાણી ભરવા એ મહેમાન ને આરામ કરવાનું કહી ગામની ભાગોળે ગઈ...
ગામમાં કોઈ ભેદી કે કમ બુધ્ધિ લોકોએ ભેગા થઈ એ રાજપૂત જુવાનોને શંકા કરી ત્યાજ મારી નાખ્યા...થોડા સમય પછી પાણી ભરી એ બેન પાછી આવી એણે આ બે રાજપૂત પરોણાને મૃત હાલતમાં જોયા એ રણ ચંડી બની પોતાના બાપના ખોરડાની આબરુ મેહમાન ગતી એણે લજવી....અને પરોણા જુવાન રાજપૂત હતા તો શું થયું લોકોએ એમને મારી પોતાનું નામ બગાડ્યું.... એ જુવાનડીએ.... જે તલવારથી એ રાજપૂત મરાયા એજ તલવારથી પોતાના બન્ને સ્તન કાપી સતી થઈ.... ધન્ય છે આવી ગુર્જરની સ્ત્રીઓને જેને મહેમાનોની આબરુ પોતાના ખોરડાની આબરુ માટે સતી થઈ ..... ત્યારે કેવું પડે ધન્ય ધરા ગુજરાત અમારી જ્યાં રતન પાકતા આવા....