પ્રેમની પેલે પાર...
પ્રેમની પેલે પાર... આ ફક્ત એક વાર્તા જ નથી પણ એક સપનું છે, જે ત્રણ ઓનલાઇન મિત્રોએ ભેગા થઈને જોયું અને હવે તમારી જોડે એટલે કે એના દરેક વાંચક જોડે જીવશે..!!
રવિના, હિના અને શેફાલી એટલે ત્રણ અલગ અલગ શહેરની મિત્રો જે હજી સુધી રીયલ માં મળ્યા નથી પણ હા એમનું આ સપનું પણ પૂરું થશે જ..!! એમનો સ્વભાવ પણ આમ તો અલગ જ રવિના થોડી ઠાવકી, હિના એકદમ શીઘ્ર અને શેફાલી ઘણી પીઢ તોય એમને એક વસ્તુ જોડી ગઈ એ છે ત્રણેય વચ્ચેની સમજણ. અને આ સમજણથી જ ત્રણેય ની આંખોમાં એક સપનું અંજાયું અને હવે એ સપનું "પ્રેમની પેલે પાર" સ્વરૂપે અમલમાં મુકાઈ રહ્યું છે.
આ માત્ર એક પ્રેમ ની વાર્તા નથી પણ પ્રેમની પેલે પાર જઈ જીવાતા પ્રેમ ની વાર્તા છે. અભ્યુદય, આકાંક્ષા ને સૌમ્યા એના મુખ્ય પાત્રો છે. જેમની આસપાસ લખાયેલી ને જીવાયેલી પ્રેમ કથા એટલે પ્રેમની પેલે પાર...
આ રવિવારે એટલે કે તારીખ 20/1/2019 ના રોજ સાંજે સાત વાગે માતૃભારતી ઉપર એનો પ્રથમ ભાગ અપલોડ થશે.
અમને ત્રણને મળાવવામાં માતૃભારતી જ નિમિત્ત બની છે એટલે માતૃભારતી ટીમ અને આપ સૌ મિત્રો જેમણે એમને સાથ આપ્યો છે એમનો ધન્યવાદ...
જય જિનેન્દ્ર...