આઁખોની તરસ તારી એક ઝલક
માંડી મિટ બેઠા પથ પર પલક,
મિલનની આશમા ભટક્યા નગર
કરી ક્યા પાછી પાની કોઈ ડગર ,
છલોછલ ભર્યા લાગણી તણા નીર
શોધ્યા ક્ષણે ક્ષણ હ્રદયે બન્યા અધીર,
છુપાવ્યુ શમણુ બાંધી તમ પ્રિત
વહેતુ સ્નેહ ઝરણુ સુકાયુ મનમિત,
ઓઝલ થયો પ્રકાશ ઢળી હવે 'સાંજ'
ખોવાયા અક્ષની કેમને તરસ છીપાય.
- નિમુ ચૌહાણ..સાંજ