ત્યારે મારું મન...
જ્યારે ઊડતી લટો તારા ચમકતા લીસ્સા ગાલને સ્પર્શે છે,
ત્યારે...મન અદેખાઈથી...
લટ બની તારા ગાલ જોડે અટખેલિયા કરવા અધીરું બની જાય છે..!!
જ્યારે કાનના ઝુમકા તારા નાજુક સુરાહી જેવી ગરદનને સ્પર્શે છે,
ત્યારે...મન અદેખાઈથી...
ઝૂમકા બની એ નાજુક સુરાહીને આલિંગન કરવા બહાવરુ બની જાય છે..!!
જ્યારે પાણીનો પ્યાલો તારા રસીલા અધરને સ્પર્શે છે,
ત્યારે...મન અદેખાઈથી...
અમૃત પ્યાલો બની તારા અધર ને ચુંબન કરવા ક્ષુબ્ધ થઈ જાય છે..!!
જ્યારે કાજળ અંજાઈને તારી મૃગનયની આંખોને સ્પર્શે છે,
ત્યારે...મન અદેખાઈથી...
કાજળ બની તારી તારી આંખોમાં વસી જવા બેકરાર થઈ જાય છે..!!
જ્યારે લાંબો ચોટલો તારી કમનીય કમરને સ્પર્શે છે,
ત્યારે...મન અદેખાઈથી...
એ ચોટલામાં ફૂલની વેણી બની મહેકવા મજબૂર થઈ જાય છે..!!
જ્યારે રૂમઝૂમ રણકતી પાયલ તારા સુંદર પગને સ્પર્શે છે,
ત્યારે...મન અદેખાઈથી...
એ પગના કુમકુમ પગલા ઘરમાં પડાવવા ઉતાવળું થઈ જાય છે..!!
શેફાલી શાહ