પ્રહાર
( સમાજમાં પ્રચલિત દુરાચાર પર પ્રહાર )
હાથમાં કલમ અને પુસ્તક ને બદલે
કામકાજનો સોંપે ભાર....
એ છે એના બાળપણ પર પ્રહાર...!
મનગમતા વિષય ભણાવવા ને બદલે
એ જ જૂની ઘરેડમાં એનો વિસ્તાર..
એ છે એના વ્યક્તિત્વ પર પ્રહાર.. ..!
જીવનસાથીની પસંદગી પ્રેમ ને બદલે
ન્યાત જાતના ધોરણે અંગીકાર...
એ છે એના જીવન પર પ્રહાર .....!
કૂખેથી જન્મ આપવાને બદલે
દિકરી ને કરે કૂખમાં જ ખુવાર..
એ છે એના પ્રાણ પર પ્રહાર.....!
મુક્ત હવામાં ફરવાને બદલે
યુવાન દિકરી ને પાબંદી અપાર...
એ છે એની સ્વતંત્રતા પર પ્રહાર....!
ઘડપણમાં સાથ આપવાને બદલે સંતાનો
મોકલે મા-બાપને, ઘરડાઘરને દ્વાર..
એ છે માં બાપની લાગણીઓ પર પ્રહાર....
ડો.સેજલ દેસાઈ
સુરત ?