આવું તો ચાલે
પંદર દિવસ પહેલાં એક છોકરી અમારે ત્યાં સ્કિન પોલીશિંગ કરાવવાં આવેલી. એની આગળ બીજી એક છોકરીની સેમ ટ્રીટમેન્ટ ચાલુ હતી એટલે એને થોડીવાર બેસવું પડ્યું. પછી એનો નંબર આવ્યો તોય એ મારી બેટી,
“એક મિનિટ...બે મિનિટમાં આવું..,” કર્યા કરે અને ઊભી ના થાય. મારા સ્ટાફની છોકરી અકળાઈ રહી હતી. મેં એની પાસે જઈને જોયું તો એ ફેસબુકમાં કંઇક કરી રહી હતી. એણે મારી સામે સ્માઈલ કરી, મેં પણ કરી...પછી શું...અમારી દોસ્તી થઈ ગઈ.
મેં પૂછ્યું, “ શું થયું ? કંઈ પ્રોબ્લેમ છે ?"
તો કહે, “ હા. મારા ફેસબુકમાંથી મારા ફોટા ડિલીટ કરી રહી છું. હવે મારા લગ્ન થવાનાં અને મારો ફિયાંસ આ ફોટા અને બધાની કૉમેન્ટ જુએ તો સારું ના લાગે ને. આ બધા ખાલી મારા દોસ્ત જ છે પણ મજાક મસ્તી તો કરે ને...ફેસબુકમાં આવું બધું તો ચાલે ! "
હવે, આજની વાત. આજે પાછો સેમ સીન હતો, એ ફોટો ફેશિયલ માટે આવેલી અને એનો નંબર આવ્યો તોય ઊભી ન હતી થતી. ફરીથી એજ બધું થયું...મારા સ્ટાફની છોકરી અકળાઈ...હું ગઈ..સ્માઇલ કર્યું..દોસ્ત..બન્યા...આ વખતની તકલીફ,
“ મારા ફિયાંસની ફ્રેન્ડલિસ્ટમાં જેટલી છોકરીઓ છે એમની પ્રોફાઈલ ચેક કરુ છું. કેટ કેટલીના ફોટા નીચે એને લાઈકમાં લવનું નિશાન ? મોકલ્યું છે એ ચેક કરુ છું ! ફેસબુકમાં બધી કંઈ એની ફ્રેન્ડ જ થોડી હશે...ક્યાંક લફડું હોય તો અત્યારે જ ખબર પડી જાય એ સારું ને ! કૉમેન્ટમાં એ કેવા જવાબો આપે છે એય જોવું પડેને...ફેસબુકમાં આવું બધું તો ચાલે છે !”
હું હસી પડી, બીજું તો શું કરું ! એક લીટીમાં સલાહ આપી કે એકબીજા પર ભરોશો રાખવો જોઈએ...ફેસબુકમાં તો આજે ફ્રેન્ડ ને કંઇક વાંકું પડે તો કાલે અનફ્રેન્ડ, ફેસબુકમાં આવું ચાલે જીવનમાં નહિ ????
“ પ્રેમમાં થોડી ઈર્ષ્યા ચાલે,
શંકા નહિ...!!”
નિયતી કાપડિયા.