#યૌવનડુ___
સાજણ મન મૂકી નો આવજે માંડવડે રે,
મે તો તોરણીયા બાંધ્યા હવે આંગણે રે,
અરીસે જોઈ જોઈ આંજ્યા કાજળ રે,
નજર ના લગાવતા જોડે આવી સાજણ રે,
ગુલાબ ના રંગે લાલેરી હોઠ રંગાણા રે,
પૂછયા વગર હસતા નહી રંગ વિખરે રે,,
સાજણ સમી વાટ જોતી પૂછતી અરીસે રે,
આવશે ને શુ શુ માંડશુ હવે વાત્યુ રે,
ફૂલ ગજરા નુ ફુલતુ આ ધગજતુ જોબન રે,
શ્ર્વાસે ઉચ્છશ્ર્વાસે પૂકારતૂ નોતરતૂ સાજણ રે,
વિજ,અણધારી ગતી એ પાણીહારી દૌડતી રે,
કા પ્યાસી પિયુ મિલન ની કા યુવાની આવી રે,,
#વિજુ__vp
#8jan2k19_tue