ફરી મળતા નથી...
નવજીવન એમજ ધબકતું નથી,
મા ના વાત્સલ્ય એમજ છલકાતા નથી,
જિંદગીના સફરમાં આવા હમસફર કદી
મળતાં નથી..!
જીવન એમજ ઉછરતું નથી,
પપ્પાથી સપનાઓ એમજ સેવાતા નથી,
જિંદગીના સફરમાં આવા હમ સફર ફરી
મળતાં નથી..!
બાળપણના દિવસો એમજ હર્ષથી છલકાતા નથી,
મિત્રોની યાદો એમજ યાદગાર બનતી નથી,
જિંદગીના સફરમાં આવા હમ સફર ફરી
મળતાં નથી..!
કોલેજમાં ધીંગામસ્તી એમજ કરી શકાતી નથી,
આંખોથી અધર પર પ્રેમ એમજ છલકાતો નથી,
જિંદગીના સફરમાં આવા હમ સફર ફરી
મળતાં નથી..!
પત્નીની આંખોમાં એમજ લાગણીઓ આવતી નથી,
નવા આવનાર ફૂલને એમજ ખીલવી શકાતું નથી,
જિંદગીના સફરમાં આવા હમ સફર ફરી
મળતાં નથી..!
અંત સમયમાં મોહ એમજ છોડી શકાતો નથી,
નવી જ્યોતિમાં ભળી એમજ મોક્ષ મળતો નથી,
જિંદગીના સફરમાં આવા હમ સફર ફરી
મળતાં નથી..!
*****
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...