દિવાલે દિવાલે ભેદ હોય,
કોઇની રંગીન, કોઇની મેલી
અને વળી કોઇની સફેદ હોય,
કયાંક કુરાન,કયાંક બાઇબલ
તો કયાંક વેદ હોય,
દિવાલે દિવાલે ભેદ હોય,
કયાંક ચોરેલા કાચના ટુકડા
કયાંક ચમકતો
પોતાનો જ પ્રશ્વેદ હોય,
દિવાલે દિવાલે ભેદ હોય,
કોઇને આંધણું અનુકરણ
કોઇને પોતાનો જ સંવેદ હોય,
દિવાલે દિવાલે ભેદ હોય,
દિવાલ તો છે અરીસા સમાન
પોતપોતાના પ્રતિબીંબ
એમાં કેદ હોય,
દિવાલે દિવાલે ભેદ હોય,
કોઇની રંગીન, કોઇની મેલી
અને વળી કોઇની સફેદ હોય,
---ભ્રમિત ભરત