Show must go on
"Show must go on..!" આ વિચારથી જ તો સર્કસનો આ લાસ્ટ શૉ કરવા આવ્યો...લાલપીળા ચહેરા અને પચરંગી કપડામાં ઉછલકૂદ કરતા જોઈ બધાના ખડખડાટ હાસ્ય પાછળ મારી આંખના આંસુ અને રડવાની પોક ક્યાંય સંતાઈ ગઈ...ડૉકટરે કહ્યું આવતા મોડું કર્યું...પણ ગઇરાતનો લાસ્ટ શૉ પૂરો કરતામાં તો... મારી નાનકડી પરી..મારી દીકરી..!!
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી...)