# AJ
ટમટમતાં તારલાથી આચ્છાદિત આખુ આકાશ
ને એમાં તિમિરથી ઉજાશ તરફ જવાનો માર્ગ છે તું
મારા શ્વાસોમાં સમાયો છે તું.
હ્રદયમાં ધબકતાં અનેક સ્વપ્નો મારા રુધિરમાં અભિસાર કરે
છતાં નયનોમાં બિરાજમાન છે એક તું
મારા શ્વાસોમાં સમાયો છે તું.
શ્રદ્ધા અંધશ્રદ્ધા ના ત્રાજવે તોળાતી અનેક બાબતોમા
મારા વિશ્વાસનું પ્રતિક છે તું
ઉકેલી ના શકાય એવા દરેક કોયડામાં જરૂરી ઉકેલ છે તું
મારા શ્વાસોમાં સમાયો છે તું.
જીવનરૂપી રંગમંચમાં ભજવવાના ભલભલાં પાત્રો
એ સૌ માં મારા અસ્તિત્વનો આકાર છે તું.
દુઃખની નાવ સમુદ્રના ઉદ્દગ મોજાની જેમ વહેતી
છતાં સુખે થી ભવસાગર તરવાનો માર્ગ છે તું
મારા શ્વાસોમાં સમાયો છે તું.
કાવ્યની પંક્તિઓમાં હો ભલે અનેક શબ્દો ને વાતો
એ બધા વિષય નો સઘળો અર્થ છે તું.
ત્સુનામી જેવા અનેક પ્રકારના ઝંઝાવાતો સામે
ઝઝૂમવાની તાકાત છે તું.
મારા શ્વાસોમાં સમાયો છે તું.
- તન્વી કે ટંડેલ.