એવી પ્રીત જોઈએ...
મારે તો મારા મનની વાત જાણે
એવી પ્રીત જોઈએ છે,
મારા જીવનમાં વસી મને જીવાડે
એવી રીત જોઈએ છે,
સઘળું છોડીને આવેલી જોગણ કરતાં
અનોખી આફરીન પ્રીત જોઈએ છે..!!
મારે તો લાગણીઓ ને વાચા આપે
એવી પ્રીત જોઈએ છે,
સ્નેહ માં ભીંજવી તરબોળ કરે
એવી સ્નેહી જોઈએ છે,
સઘળું છોડીને આવેલી જોગણ કરતાં
અનોખી આફરીન પ્રીત જોઈએ છે..!!
મારે તો આલિંગનમા સમાવે
એવી પ્રીત જોઈએ છે,
એના દરેક ધબકારે જીવાડે
એવી જીવંતતા જોઈએ છે,
સઘળું છોડીને આવેલી જોગણ કરતાં
અનોખી આફરીન પ્રીત જોઈએ છે..!!
મારે તો મારા આંસુ સમાવે
એવી પ્રીત જોઈએ છે,
એક શબ્દમાં અર્થ સમજાવે
એવી શબ્દાગની જોઈએ છે
સઘળું છોડીને આવેલી જોગણ કરતાં
અનોખી આફરીન પ્રીત જોઈએ છે..!!
*****
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...