*મારો પડછાયો*
સુખમાં ભલે હું છકાયો,
દુખમાં ભલે હું વિખરાયો,
છતાં અંતિમ સત્ય બની...
સાથે રહ્યો મારો પડછાયો..!!
પ્રેમમાં ભલે હું અંજાયો,
નફરતમાં ભલે હું પંકાયો,
છતાં અંતિમ સત્ય બની...
સાથે રહ્યો મારો પડછાયો..!!
હાસ્યમાં ભલે હું છવાયો,
રૂદનમાં ભલે હું એકલવાયો,
છતાં અંતિમ સત્ય બની...
સાથે રહ્યો મારો પડછાયો..!!
જીતમાં ભલે હું હરખાયો,
હારમાં ભલે હું દુભાયો,
છતાં અંતિમ સત્ય બની...
સાથે રહ્યો મારો પડછાયો..!!
સત્ય બોલી ભલે હું ફસાયો,
અસત્ય બોલી ભલે હું જીતાયો,
છતાં અંતિમ સત્ય બની...
સાથે રહ્યો મારો પડછાયો..!!
ઉજાસમાં ભલે હું વિસ્તારાયો,
અંધારામાં ભલે હું સમેટાયો,
છતાં અંતિમ સત્ય બની...
સાથે રહ્યો મારો પડછાયો..!!
*****
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...