પાણીપુરીનું નામ જયારે કાને પડે અથવા આંખે દેખાય એટલે બસ બધા લારી ઉપર ખાવા તુટી પડે..પણ એમાં વધારે છોકરી ખાવા માટે વધું આવતી દેખાયછે.
એવા જ ભારતના કોઇ એક રાજયમાં એક પાણીપુરીવાળો પોતાની એક લારી મોલની સામે ચલાવતો હતો બાજુમાં મેઇન રોડ પણ હતો સમય એ એવો હશે કે કોઇ આવનજાવન વધું હતી નહી ત્યારે બે છોકરીઓ ત્યાંથી પસાર થતી હતી તે બંન્ને છોકરીઓએ થોડોક દારુ પણ પીધો હતો તે છોકરીઓ મસાજ કરવાનું કામ કરતી હતી તે સારા ઘરની દેખાતી હતી પણ થોડીક છકેલી લાગતી હતી તે બંન્ને આ પાણીપુરીવાળાની લારીની બાજુથી જ પસાર થતી હતી પણ તેમને એવું તે શું થયું કે પેલા લારીવાળાને થોડીક લાફાલાફી કરવા ઉતરી પડી પછી તો તેઓને વધું ગુસ્સો આવ્યો હોય તેમ તેમને પેલાની લારી પણ ઉઢી પાડી દીધી આજુબાજુ જતા લોકો તેમને પુછવા લાગ્યા કે તમને શું થયું ને આ લારીવાળાને કેમ માર માર્યો!..છોકરીઓએ કહ્યુ કે આને અમારી છેડતી કરી માટે અમોએ તેને માર્યો.
તમે જ સમજી શકો છો કે એક પાણીપુરીવાળો છોકરીઓની મશ્કરી કેવી રીતે કરી શકે! કે તેની લારી ઉપર ફકત છોકરીઓનો જ એવો જમાવડો રોજેરોજ થતો હોય! શું પોતાના ધંધાને આમ કરીને પોતાના જ પેટ ઉપર લાત મારી શકશે! આ વાત કોઇને ગળે ઉતરે એવી નથી.
જે પબ્લીક ત્યાં જમા થઈ હતી તે બધી જ પેલા લારીવાળા તરફ હતી ને તેનું જ સારુ બોલતી હતી કે આને એવી કોઇ છેડતી કરી નથી આ છોકરીઓ જ જુઠું બોલેછે...
પછી તો પોલીસ આવીને તે ત્રણેય ને પોલીસ સ્ટેશન લઇ ગઇ.
પછી શું થયું કે કોણ સાચું હતું ને કોણ ખોટું હતું તે ભગવાન જાણે..પણ એક વાત યાદ રાખવી જોઈએ કે પોતાના સ્વાર્થ માટે પોતાની થોડીક ખુશી માટે કોઇ ગરીબને હેરાન કરવો જોઈએ નહી..તેના ઘરમાં પણ તેની પત્ની ને નાના બાળકો હશે.
છેડતી કરી બોલવું બહું જ સહેલું છે પણ પછી જે પેલો માર ખાઇ ખાઇને અધમુવો થઈ જાય ત્યાર પછી આપણને ઘણો જ પસ્તાવો થતો હોયછે પણ પછી ઘણું મોડું થઈ ગયું હોયછે.
હમેશાં કોઇની ઉપર આરોપ મુકતા પહેલા ઘણો જ વિચાર કરો તમારા બોલેલા ત્રણ અકક્ષર કોઇની જીંદગી બગાડી નાખેછે અથવા તો પોતાની જીંદગી પણ ટુંકાવી નાખે છે.
ઉપર દેર છે પણ અંધેર નથી તે દરેકનું જુએ છે કે કોણ સાચું છે ને કોણ ખોટું છે....
માટે સમજો, વિચારો, ને પછી જ બોલો બસ.
અમીરખાનનું દિલ પિક્ચરમાં પણ એક આવી જ સ્ટોરી હોયછે. કે મજાકમાં માધુરીદિક્ષીતે પોતાની ઉપર આમીરખાને રેપ કર્યોછે તેવો શબ્દ બોલીને આમીરખાનને પોતાની કોલેજ છોડવાનો વારો આવ્યો હતો.