શ્રદ્ધા એક અલગ નજરે...
શ્રદ્ધા શબ્દ સાંભળતાની સાથે જ આપણને આપણા આરાધ્ય દેવ જ યાદ આવી જાય. અને જ્યારે પણ આપણે એમની ઉપર શ્રદ્ધા રાખીને કંઈ પણ કાર્ય કરીએ ત્યારે આપણને એનું હકારાત્મક ફળ મળે જ છે ! જે આપણી એમના ઉપરની શ્રદ્ધાને વધારે મજબૂત કરે છે. આમ આ અવિરત ચાલતી પ્રક્રિયા છે જે મનને શાંતિ અને જીવનને ચાલકબળ પૂરું પાડે છે.
હવે આ શબ્દને જરા અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ.
તમારું કોઈ અંગત કે સ્નેહી તમારા ઉપર અતિવિશ્વસ મૂકે અને કોઈ કાર્ય કરવા સતત પ્રોત્સાહિત કરે તો એને શું કહેવાય ? બની શકે કે એના એ પ્રોત્સાહન કે તમારા માટે જોયેલા સપના, અને એને પૂરા કરવા માટે આપેલા સહકારના કારણે જ તમે જીવનમાં તમારો ધ્યેય પામી શકયા હોય...!!!
તો મારા મતે તો ચોક્કસ આને તમારા ઉપર મુકેલી શ્રદ્ધા જ કહેવાય...!!!
અને આમાં પણ એ જ...આરાધ્ય દેવ ની શ્રદ્ધા વાળો નિયમ લાગુ પડ્યો હોય અને એટલે જ સાનુકૂળ પરિણામ મળ્યું હોય.
કહે છે કે દરેક દૃશ્યમાન વસ્તુ પાછળ કોઈ અદૃશ્ય વસ્તુ હોય જ. શ્રદ્ધા પણ આવી અદૃશ્ય તાકાત છે જે અસંભવ ને પણ સંભવ કરવાની તાકાત ધરાવે છે.
*****
શ્રદ્ધાની શક્તિને આત્મસાત કર તું,
એને જ પ્રેરણાનો આધાર બનાવ તું,
અને એમાંથી ચાલકબળ મેળવ તું,
એમ જ જીવનમાં આગળ વધ તું!
શ્રદ્ધાની ભક્તિમાં તલ્લીન થઈ જા તું,
એ ભક્તિ થકી જોજનો પાર કર તું,
આત્માનો પરમાત્મા સાથે મેળાપ કર તું,
એમજ તું અનંત ઈશ મેળવી વર તું !