#AJ
શબ્દને શબ્દમાં લખવું ગમે છે,
શબ્દોની દુનિયામાં જીવવું ગમે છે !
શબ્દ થકી હું, શબ્દમાં જ સત્ય,
બસ, શબ્દનો બની રહેવું ગમે છે !
સહારો છે શબ્દ, ગુજારો છે શબ્દ,
એકલતામાં પહેલો મિત્ર છે શબ્દ !
દર્દ નથી ઓછું આપ્યું જમાનાએ?
આધાર લઇ શબ્દનો રડવું ગમે છે.
રાખી શ્રદ્ધા શબ્દોમાં તો ' હું ' છું !
નિરાશામાં નવીન આશ છે શબ્દ.
સમજી શકે શબ્દ મૌન થકી મારા,
એને શબ્દોમાં અંગત કહેવું ગમે છે.
*મિલન લાડ* વલસાડ.