શ્રધ્ધા
શ્રધ્ધા કેરો દીપક મુજ ઉરે ઝગમગે ;
જ્યોત થકી એની મુજ જીવન ઝળહળે !
આવે આંધી કે તોફાન એ હવે ન ડગમગે ;
સકલ સૃષ્ટિ માં તેજ પ્રભુ કેરું તરવરે !
રાત દિવસ એની કૃપા દૃષ્ટિ ઝરમર વરસે !
એ અમીરસ પીને તૃપ્ત થાઉં હું હરપળે !
અદશ્ય એવા વિભુને નિહાળું મુજ અંતરે !
શ્રધ્ધા નિરંતર એના પર , એ જ તારણહાર બને !
ડૉ.સેજલ દેસાઈ
સુરત ?