. ખળ ભળાટ
હૈયે આખો ડુંગર આજ ખળ ભળે,
ઊંડે હજારો તણખા ભડકે બળે.
ખરે છે ઉરથી અનંત ઈચ્છાઓ,
જેમ પાનખરમાં પર્ણ વૃક્ષથી ઢળે.
છેવટ સુધી જઇ સુકાઈ છે નદી,
ત્યાં ગામ આખુ તરસ્યુ ટળવળે.
સમી સાંજે ભાન ભૂલ્યા પંખીઓ,
માળામાં પછી ક્યાંથી ચણ મળે ?
ફરી વળ્યા જઇ વિસામે-વિસામે,
કાફલા કબિલાનાં બધે ખાલી મળે.
- હાર્દિક રાવલ