તું બન મારો માધવ...
તું બન મારો માધવ ને હું
બનું તારી રાધા,
હોય બસ પ્રેમ ને વિશ્વાસના
સંબંધ સાચા !
તું કર સંસારની ચિંતા ને હું થાઉં
સંસારની માયા,
હોય બસ આ જ લાગણીઓ ને
તારી છત્રછાયા !
તું નિભાવ તારું સ્વામીત્વ ને હું
બનું તારી છાયા,
થાઉં તારામાં ઓળઘોળ ને
એક બને આપણી કાયા !
તું રચાવ એક આપણો સંસાર ને
હું બનું એની સ્વામીની,
હોય તું એ રથ નો સારથી અને
હું બનું તારી અનુગામીની !