જય અંબે સોને કી છડી, રૂપે કી મશાલ,
જરિયાન જામાવાળી, ચાચરના ચોકવાળી,
ચુંવાળના ગોખવાળી,આરાસુરના ગબ્બર વાળી,
પાવાગઢના પહાડવાળી, પતઈ રાજાની પત પૂરનાર,
માર્કડ મુનિની પુજેલી, સુરથ વૈશ્યની સંભાળ લેનારી,
સપ્તદ્વીપની સપ્ત ચંડિકા, નવખંડ નારાયણી નવદુર્ગા,
અંબા ઈશ્વરી, ભોળીભવાની, તેત્રીસ કોટી દેવતાની દેવી,
યોગીઓની યોગમાતા, ચૌદ ભુવનની ભુવનેશ્વરી,
શ્રી અંબે માતાને ઘણી ખમ્મા ઘણી ખમ્મા...!!
જય શ્રી અંબે