આજે સમય બદલાયો છે. કંઇ ને કંઇ નવુ નવુ બજારોમાં આવી રહ્યુ છે. નવી નવી ફેશનવાળા કપડાં, પગરખા, વગેરે નવી જ ડિઝાઇનમાં વેચાઇ રહ્યા છે. આ જુઓ ને પેલું ભુલો...તેવો અનુભવ થવા લાગ્યો છે. માણસને સમજ નથી પડતી શું લેવું ને કેવું લેવુ!
ખરેખર ફેશને માણસને એક વિચાર કરતો મુકી દીધો છે.
કપડાં કે પગરખાં તો ઠીક પણ વાળની પણ હેર સ્ટાઇલ બદલાવા લાગી છે.
કયારેક સાઇડમાં કટ હોય તો કયારેક ઉપરથી વાળનો જથ્થો વધુ હોય તો કયારેક માથામાં બિલકુલ વાળ જ ના હોય છતાંય તે એક નવી ફેશન જ કહેવાય.
માણસો એજ છે પણ તેના પહેરવેશ અલગ હોયછે. કયારેક સામે મળે તો પણ આપણે ઓળખી શકતા નથી. કે આતો પેલો દલસુખ છે જે બે વરસ પહેલા માટીમાં રમતો હતો ને આજે જુઓ જાણે કેનેડા જઇને આવ્યો હોય તેમ દેખાયછે.
આજે ફેશન પાછળ આખી દુનિયા દિવાની છે ને ફેશન માટે લોકો હજારો કે લાખો રુપિયા ખર્ચ રોજબરોજ કરતા હોયછે તેમાં તો આફ્રીકન છોકરીઓ પણ હવે બાકાત નથી હોતી...