ભરતી અને ઓટ
આ એક એવી સ્ત્રીઓ ની વાત છે જે આત્મનિભૅર બની જીવવા નો પ્રયત્ન કરે છે. સમાજ અમુક સંજોગોમાં આવા વ્યક્તિઓ સાથે ખુબ જ લાગણી દશૉવે છે. પણ શું એ લાગણી કાયમી ટકી રહે છે????.આપણા સમાજ ની વાસ્તવિકતા દશૉવતી સત્ય ઘટના આપની સમક્ષ મુકી છે.
બેટા કવિતા કાલે એક ટપાલ આવી હતી એ જોઇ લેજો ટેબલ પર મુકી છે. ઓફિસ જવાની ઉતાવળ માં ચાલતા ચાલતા કાગળ વાંચતી ગઇ અને વાંચતા વાંચતા અચાનક એની ગતિને બ્રેક લાગી ગઇ.
કવિતા ના સાસુ સુભદ્રાબેન એટલે નારીશક્તિ અને સહનશીલતા નું એક ઉત્તમ ઉદાહરણ હતા. નાની ઉંમરે વિધવા થયેલા સુભદ્રાબેને આજના પુરુષપ્રધાન સમાજ માં પોતાનું એક અલગ અસ્તિત્વ ઉભું કરી પોતાના બાળકોને સારા સંસ્કાર અને શિક્ષણ આપ્યું. પણ કુદરત જાણે આ પણ મંજુર નોહતું, એમની હજુ પરીક્ષા કરતો હોય એમ નોકરી પર ફરજ બજવતા એક અકસ્માત માં એમના એક ના એક પુત્ર નું પણ આકસ્મિક અવસાન થયું. અચાનક જોણે સુખ હાથતાળી આપતું હોય એવુ લાગ્યું,સુભદ્રાબેન ના માથે દિકરી જેવી વહુ અને બાળકોની જવાબદારી ફરી આવી ગઇ. સહકરી બેંન્કમાં કામ કરતા એના પતિ ની જગ્યા એ કવિતા ને તરત જ રહેમરાહે નોકરી અને બન્ને મહિલા અને બે બાળકો નીસુરક્ષા ને ધ્યાનમાં રાખી ઓફિસર લેવલ નુ ક્વાટૅર આપ્યુ, પણ એક ખાલીપો કાયમ ઘર કરી ગયો!
સમય એવો મલમ છે જે ભલભલા ઘા રુઝવે છે.એમ કવિતા હવે નોકરી અને બાળકો માં મન પરોવી દુ:ખ ભુલવાનો પ્રયત્ન કરવા લાગી.સમય એમના જીવનને સાત વષૅ આગળ લઇ ગયો, એની પરીસ્થીતી ને કારણે ઓફિસ માં બધા એને પુરો સહકાર આપતા,એક દિવસ એના HR માં નવા આવેલા સાહેબે કવિતા ને ટ્રેનીંગ માટે select કરી. પણ એને પરીવાર નું કારણ દશૉવી જવાની ના પાડી.
માનવી પાસે જ્યારે પૈસા આવે અને પાવર હોય એટલે અભિમાન નો નશો ચડે એ હકીકત છે. એજ વાત નો અનુભવ કવિતાને થવા લાગ્યો. અચાનક એની કામગીરી ની profile બદલાઇ ગઇ. તેની જગ્યા પણ બદલવામાં આવી. આ બધુ નોકરી મા સામાન્ય હોય એમ સમજી એ બધા પર એને ધ્યાન ન આપ્યું. અને આજે એ કાગળે તેને હચમચાવી દીધી.
જેમાં એને કવાટૅર ખાલી કરવા માટે કહેવામા આવ્યું હતું.
દિકરો SSC માં હતો દિકરી પણ નાની હતી, બા ની તબીયત હવે સારી નોહતી રહેતી. બીજા ઘણા વિચારોમાં એ ખોવાયી ગઇ. શું કરવું એ ખબર જના પડી. પોતાના પતિ ના મૃત્યુ પછી સમગ્ર સ્ટાફ એના પરીવાર પ્રત્યે લાગણી હતી અને કારણે જ એમને રહેવા ક્વાટૅર આપ્યું હતુ ત્યારે ખાલી કરવું પડશે એવો વિચાર સુધ્ધા નોહતો કર્યો. પોતાના થી થતી ઘણી રજુઆતો એને કરી પણ કોઇ જ પરીણામ ન મળ્યું. શું કરવુ એ સમજાયું નઇ. પતિ વિના પોતે નીરાધાર થઇ હોય એવો એને આજે અહેસાસ થયો. આગળ શું થયું હશે એ લખી નઇ શકું.
કવિતા અને સુભદ્રાબેને જીવનમાંથી ગયું એ વષૉ વિતતા એમના પુરતુ જ રહ્યું હોય એવુ લાગ્યું.
*આનંદ દવે*