દયા
મોર્ડન યુગમાં માણસ જીવદયા ને ભૂલ્યો,
અન્ય જીવો મારી ખાઈને કેવો ફૂલ્યો ફાલ્યો?
સહજીવન હતું ક્યારેક એ વાત વિસર્યો !
આધુનિક યુગમાં માણસ જીવદયા ને ભૂલ્યો !
પ્રયોગો કરવા માટે પ્રાણીઓ પર કહેર વર્તાવ્યો;
અસ્તિત્વ એમનું પણ ધરતી પર એ વાત વિસર્યો!
એકવીસમી સદીમાં માણસ જીવદયા ને ભૂલ્યો !
પોતાના શોખને ખાતર પક્ષી ને પાંજરે પૂર્યો !
મુક્ત ગગનમાં શોભા એની એ વાત વિસર્યો !
ડૉ.સેજલ દેસાઈ
સુરત ?