નડે ચાહે સૂરજ તો તેને જીતવા નહીં દઉં.
પ્રેમના દિવડાને ઝળહળતો રાખીશ.
તારા પ્રેમનો રંગ ઝાંખો નહીં થવા દઉં,
તારા રૂપના પ્રકાશથી ચમકાવયા કરીશ.
એ ચન્દ્રની ચાંદનીના આછા અજવાળે,
પ્રેમના ચાંદલિયામાં મળતો રહીશ.
તારા સાથને મારાથી અળગો નહીં થવા દઉં.
છુટે ચાહે જન્મોજન્મ,સદા ચાહતો રહીશ.