પાલવ
માં ના પાલવમાં છે હુંફ મમતાની;
જે થકી સંતાન પામે વાત્સલ્યની અનુભૂતિ !
પત્ની ના પાલવમાં છે પ્યાસ પ્રિત ની,
જે થકી પિયુ પામે પ્રેમ ની અનુભૂતિ !
સખી ના પાલવમાં છે મિઠાશ લાગણી ની;
જે થકી સખા પામે મિત્રતા ની અનુભૂતિ!
બે'નીના પાલવમાં છે મહેક સ્નેહ ની;
જે થકી ભાઈ પામે વ્હાલની અનુભૂતિ !
ધરતી ના પાલવમાં છે સંપત્તિ ઉદારતા ની;
જે થકી માનવ પામે સંતોષ ની અનુભૂતિ !
ડૉ.સેજલ દેસાઈ
સુરત ?