સ્વ નિર્માણ મારે
આમ જ કરતા જવું છે,
જીવનમાં એક અમૂલ પરિવર્તન કરતાં જવું છે.!
જુની ભૂલો ભૂલી
મારે સર્જાતા જવું છે,
દરેક સંબંધોને મહેંકાવી ખુશીઓ ભરતાં જવું છે.!
નવા સપનાઓ સજાવતા
હવે શીખી જવું છે,
કોઈના સપના પુર્ણ કરી એને જીવાડતાં જવું છે.!
જીવનના અંતમાં પણ
એક નવું જોમ ભરતાં જવું છે,
અનંત લાગણીઓથી બધાને આમ જ પામતા જવું છે.!
સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...