#AJ #અધિકાર
*"અધિકાર"*
નથી માંગતો પ્રેમ વધુ,
બસ હોઠો પર સમાઈ શકે,
એટલી ખુશી માંગુ છું.
આપી દે કોઈ સુંદર યાદ,
આંખો માં સમાવી શકુ,
એવી એક પળ માંગુ છું.
વધારે નઈ...!
કોઈ પૂછે અગર મને તો !
તને પોતાની કહી શકુ,
બસ એટલો અધિકાર માંગુ છું.
*મિલન લાડ.* *વલસાડ. કિલ્લા પારડી.*