ભાવ
તારી આંખો દર્શાવે દિલમાં છુપાં ભાવ;
ભલે ને તું એને તારા ચહેરા ઉપર છુપાવ !
તારા અંતરની ઉર્મિઓ શાને ભિતર દબાવ ?
તારા લખાયેલ શબ્દો થકી એને તું બતાવ !
તારી કોમળ લાગણીઓ ને શું કામ કરે ગરકાવ ?
એને મધુર સંગીત સંગ દશે દિશામાં ફેલાવ !
તારા મનની સુષુપ્ત ઝંખના ને જગાડ ;
એને તારા નૃત્ય થકી જગતને જણાવ !
મનમાં ઉઠતા ભાવને મન મહીં ન સિમિત રાખ;
એને અનન્ય અભિવ્યક્તિ સંગ જગતમાં ફેલાવ !
ડૉ.સેજલ દેસાઈ
સુરત ?