*મર્મ* (મર્મ જીવન નો)
જન્મથી જન્મ નો મર્મ સમજતા રહેવું કે...
જીવનમાં જ
જીવંત થતાં જઈ મર્મ જાણતા રહેવું..!?
લાગણીઓ મેળવી એનો મર્મ સમજતા જવું કે...
સ્નેહ થકી
બધાને લાગણીનો મર્મ સમજાવતાં રહેવું..!?
રાધા ઘેલા કૃષ્ણનો મર્મ સમજતા રહેવું કે...
સંબંધના એ
તાંતણાનો મર્મ સમજી સંબંધ સજાવતા રહેવું..!?
સૃષ્ટિના સર્જનહાર નો મર્મ સમજતા જવું કે...
સૃષ્ટિ ના એ
સર્જનહાર ના એ સર્જન એવી જીવસૃષ્ટિને આદર આપતા રહેવું..!?
ગુજરાતી રસધારા (સ્પર્ધા) માં મારી આ કૃતિ પ્રથમ સ્થાન પર રહી..
સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...