તારો વિશ્વાસ જ મારો શ્વાસ ટકાવી રાખે છે,
એ આમજ અનંતતામાં મને જીવાડી રાખે છે.
તારું વાવેલું વિશ્વાસનું વૃક્ષ મોટું થયે રાખે છે,
એ વૃક્ષની છત્રછાયામાં મને પ્રફુલ્લિત કરે રાખે છે.
તારી આંખોની ચમક મને રોશની આપી રાહ બતાવે રાખે છે,
એ મારી ચાહ બની મારા જીવનને આગળ ધપાવે રાખે છે.
તારા હોઠો પરનું સ્મિત મને મોહી જાય છે,
એ મોહ મને જીવંતતા આપતો જાય છે.
તારો વિશ્વાસપૂર્ણ સાથ જ મને પૂર્ણતાથી ભરતો જાય છે,
એ આમજ ખુશનસીબી મારી જતાવે રાખે છે.
સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...