# બસ તું મને ગમી ગયો છે.....
હું રહું....
ના રહું....
સદાય તું મને ને હું તને ખુદમાં જીવંત રાખશું....
મારી એક જ આશ કે....
મારા ગયા પછી પણ તું આમ જ જીવે....
તારા જીવનમાં ભરપૂર પ્રેમ ને ખુશીઓ રહે....
પણ....
પણ તારા વગર તો આ બધું શક્ય જ નથી....
છે....
એ પણ તારે જ શક્ય બનાવવાનું છે....
તારા વગર હું રહી જ નય શકું....
જીવી જ કેમ શકીશ એકલો....
હું છું ને....
હું સદાય તારી સાથે જ રહીશ....
ક્યારેક તડકો બનીને મળીશ તને....
હૂંફ આપતી રહીશ સદાય....
તો ક્યારેક સમય બનીને મળીશ....
ને તને સારા નરસા નું ભાન કરાવતી રહીશ....
તારી હર ઈચ્છાઓમાં આશાનું કિરણ બનીને મળીશ....
ક્યારેક નિઃસ્વાર્થ પ્રેમભરી લાગણીઓ બની મળીશ....
તો ક્યારેક અજંપો બનીને પણ મળતી રહીશ....
તારી બંધ પાંપણોમાં શમણું બનીને મળીશ....
ક્યારેક ઠંડી પવનની લહેરકી બનીને મળીશ....
તો ક્યારેક રિમઝીમ બારીશ બનીને મળીશ....
તો ક્યારેક શબ્દોરૂપી પ્રેરણા બની ને મળીશ....
દિવસ આખા ના થાક ઉતારવા....
સાંજ બની મળીશ તને....
............ , હું સતત તારી અંદર જ જીવીશ....
પણ શું તું મને તારામાં જ ક્યાંક જીવવા દઈશ ને....??
# સાંઈ સુમિરન....