ઘણા લોકો સવારે એક ગ્લાસ ગરમ પાણી પીતા હોયછે. એનાથી ઝુલાબ સારો આવેછે ને પેટના દર્દમાં રાહત રહેછે. કારણ કે આજકાલ ખોરાકો ઘણા બદલાઇ ગયા છે. ખાસ તો ખાવામાં મેંદાનુ પ્રમાણ ઘણું વધારે હોયછે. તેથી આપણા પેટના આંતરડા જામ થઈ જાય છે. ને સંડાસમાં વધું સમય બેસીને ગાયનો ગાવા પડતા હોયછે. ને કયારેક તો ગાયનો પણ ગાવાના જલદી પતી જાયછે પણ જેના માટે બેઠા છીએ તે કામ જલદી પતી જતું નથી! ત્યારે આપણને બહું તકલીફ પડે છે.
પણ જયારે ખાવા બેસીએ છીએ ત્યારે આપણે શું ખાઇએ છીએ તે જોતા પણ નથી ને જરા વિચારતા પણ નથી. બસ પફ છે ને, લાવો ભાઇ લાવો એક બે ને ત્રણ...
હોયા કરી દઇએ છીએ.
પછી સવારે દુ:ખી આપણે જ થતા હોઇએ છીએ.
પફ,ખારી,સેન્ડવીચ,પીઝા,
પાણીપુરી, આ દરેક ચીજ મેંદાના લોટમાંથી બનેલી હોયછે...તે તો આપ જાણતા જ હશો, છતાંય પણ દરેક જણ આંખ બંધ કરીને ખા ખા જ કરતા હોયછે.
પરંતું આપણે આગળ પીવાની વાત કરી રહ્યા હતા...તે છે પાણી.
પાણી પીવાથી ઘણી બધી બિમારીઓમાં રાહત મળે છે. જેમ કે કબજીયાત, કિડની, પેટનો સાધારણ દુખાવો, વગેરે..
પણ તમને ખબર છે કે ભારતના પુર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ પોતાનો પેશાબ દવા તરીકે પીતા હતા! ને આમેય આજકાલ ઘણા લોકો ગાયનો પેશાબ પણ દવા તરીકે પીતા હોયછે ને તે આયુર્વેદિક દુકાનમાં પણ એક બોટલ સાથે મળે છે. રેડીમેડ તૈયાર....
આ તો સૈ કોઇ જાણતા હશે કે ગાયના પેશાબને આયુર્વેદિકે પીવાની માન્યતા પણ આપેલી જ છે. જે આપણા ભારતમાં ઘણા લોકો તેનું સેવન કરતા જ હોયછે.
પણ તમે કયારેય સાંભળ્યું છે કે ગાયની જેમ એક ડોગનો પેશાબ પણ એટલો જ ગુણકારી હોયછે!
જી હા, એક અમેરિકન છોકરી તેના પાળેલા શ્ર્વાનનો પેશાબ પોતાની સુંદરતા માટે દરરોજ સવારે પીતી હોયછે. તે કહેછે કે તે પીવાથી ચહેરાની સુંદરતામાં ઓર વધારો થાયછે તેમ જ ખીલની સમસ્યામાંથી કાયમ માટે છુટકારો મેળવી શકાય છે.
હવે તે સાચું છે કે ખોટું તે તો તે પીનાર જાણે પણ તે પીવે છે જરુર. તે આ ફોટો બતાવે છે.
હા, આ એક સમાચાર છે..માનવું ના માનવું એ અલગ વાત છે.