કેમ છો તમે! મજામાં છો ને..!
અરે ભાઇ હું તમને પણ પૂછું છું ને બાકી બીજા બધાને પણ કહુ છું કે
કેમ છો તમે!
.....આપણે જયારે સવારે બજારમાં કયાંક ફરવા નીકળીએ છીએ ત્યારે આપણને રસ્તામાં આપણા ગામના કે આપણા શહેરના પરિચિત ઘણા માણસો મળતા હોયછે ને તેઓ આપણને પુછતા હોયછે કે કેમ છો તમે!
આપણે ત્યારે જરા હસીને કહીએ છીએ કે મજામાં ભાઇ.
ત્યારે આપણને કેવું સારુ લાગે છે ને સહેજ વિચારીએ છીએ પણ ખરા કે જો જો પેલાએ મને સામેથી કહ્યુ કે કેમ છો તમે!
ઓહોહોહો..કેટલું બધુ મારું માન છે આ ગામમાં!
પણ તમે કોઇને કેમ છો કેટલાને કહ્યુ!
કોઇને જ નહી...ગયા ને આવ્યા પણ તમે કોઇને કેમ છો કહ્યુ નહી.
શાથી કે તમને થોડુંક અભિમાન છે.
કદાચ પૈસાનું, કે માલમિલકતનું...
પણ આ બધું અભિમાન શા કારણે
શું આ બધું તમારું છે! ચાલો એક વાર તો તમારું, પણ શું આ બધું છેલ્લે તમારી સાથે આવવાનું છે ખરું!
ના..આ બધું અહિયા જ રહી જવાનું છે. બસ ખાલી તમે એકલા જ જવાના છો તો પછી આટલું બધું અભિમાન શા માટે! કોના માટે
કોઇને કેમ છો તમે!
આટલું કહેવામાં તમને શો ભાર લાગે છે! લોકો તમને કેમ છો કહેતા હોયછે, તો તમને કહેવામાં શો ભાર પડે છે!
દરેક વ્યકતીએ દરેક ને કેમ છો જરુર કહેવું જોઈએ.
કેમ છો તમે, કહેવામાં જરાય આળસ રાખવી જોઈએ નહી.
માણસ જયારે એકબીજાની ખબર જયારે પુછે છે ત્યારે તેના સારા સંસ્કારના દર્શન થાયછે.
તમારા એક જાતના વખાણ લોકો કરેછે ને એકબીજાને કહેતા હોયછે કે કેવો સરસ ને સંસ્કારી છોકરો છે કેવી એકબીજાની ખબર પુછે છે.
ખરેખર છોકરો હોય તો આવો જ.
પણ જો તમે કોઇની ખબર નહી પુછો તો તમારી પર્સનાલીટી ખરાબ પડશે ને લોકો તમારી ગમે તેવી એકબીજાને વાતો કરશે તેમાં તમે બધા વચ્ચે નીચા પણ પડી જશો.
માટે જ કોઇને કેમ છો કહેવામાં જરાય નાનમ રાખવી નહી. સૈને કેમ છો ને મોટાને જય શ્રી કૃષ્ણ કે જય સ્વામી નારાયણ કે જય માતાજી જે કંઇ તમે કહેતા હો તે જરુર કહો...કયારેય આમ કહેવામાં તમે નીચા પડી જવાના નથી ઉલ્ટુ તમારું દરેકની વચ્ચે ઘણું બધું માનપાન વધી જશે.
હું પણ કયારેય કોઇને કેમ છો ન્હોતો કહેતો પણ મને પણ એક તમારા જેવા જ કોઇ માણસે તેમની બાજુમાં બેસાડીને આવી જ સલાહ આપી હતી જેવી મે તમને ઉપર પ્રમાણે આપીછે..
ને મે તે જ સમય ને દિવસથી કહેવાનું ચાલું કરી દીધું કે...
કેમ છો તમે! મજામાં..
બસ. આજે હું કોઇપણ મારા પરિચિત વ્યકતી મળવાનું થાય તો તુરંત જ મારા મોંમોંથી નીકળી જાય કે...!
(કેમ છો તમે! મજામાં ને...)
અથવા (જય શ્રી કૃષ્ણ...)
અથવા (જય માતાજી...)
લાખ લાવ્યા નથી...લાખ થયા નથી...ને લાખ થવાના નથી....
તો તમે પણ બધા દોસ્તો કેમ છો! તમે બધા મજામાં તો છો ને!
બોલો તો ખરા યાર..હજી પણ તમે એવા જ કે...જરા બદલાશો!