અમે પાસે નહિ પણ સાથે હતા
પછી
શું ફરક પડે છે એ ક્યાય પણ હોય!!!!!
છતાય સંબંધ 'અમારા'
ચલચિત્ર જેમ રસપૂર્વક નિહાળતા લોક;
એ ક્યાં જુવે છે?
હું શું જવાબ આપું છું?
જવાબ આપું છું કે નહિ?
કદાચ ....મહત્વ અમારા માટે નહોતું રહ્યું ....
એ પંખી ...હું વ્રુક્ષ
તાસીર બંનેની સરખી
હું વ્રુક્ષ,એ પંખી
એ વ્રુક્ષ બદલતી અને
મારી ડાળીએ રોજ નવા પંખી ....
અમે પાસે પણ નહિ ....
અમે સાથે પણ નહિ .....
'અમે' કોઈ નહિ
કઈ નહિ
અને અમે
"અમે"....